સોનાની કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો સોના-ચાંદી કેટલું થયું સસ્તું

Update: 2021-07-30 07:12 GMT

આજે એમસીએક્સ પર સોના વાયદો હળવા ઘટાડા સાથે ખુલ્યો છે. સોના વાયદો લગભગ 90 રુપિયાના ઘટાડા સાથે 48, 200ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ સમગ્ર અઠવાડિયામાં વાયદો 750 રુપિયા મજબૂત થયો છે.

ગત વર્ષે કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં મન મુકીને રોકાણ કર્યુ હતુ. ગત ઓગસ્ટ 2020એ એમસીએક્સ પર10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 191 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. ત્યારે એમસીએક્સ અનુસાર આજે સોનુ 48, 200 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી હાલ 8000 રુપિયા સસ્તુ મળી રહ્યું છે.

ચાંદી સપ્ટેમ્બર વાયદમાં કાલે ભારે તેજી જોવા મળી હતી. ચાંદી વાયદો 17 00 રુપિયા પ્રતિ કિલોની મજબૂતીની સાથે એક વાર ફરી 68000 રુપિયા પર પહોંચી ગયું છે. જોકે આજે આમાંથી 200 રુપિયાની નરમાશ આવી છે. આ અઠવાડીયે ચાંદી વાયદો લગભગ 900 રુપિયા મજબૂત થયું છે.

ચાંદી અત્યાર સુધીના ઉચ્ચત્તમ સ્તર 79, 980 રુપિયા પ્રતિ કિલો છે. આ હિસાબથી ચાંદી પણ પોતાના ઉચ્ચત્તમ સ્તરથી લગભગ 12000 રુપિયા સસ્તુ છે. આજે ચાંદીનો જુલાઈ વાયદો 68,000 રુપિયા પ્રતિ કિલો પર છે.

સરાફા બજારમાં ગુરુવારે સોનું અને ચાંદી મોંઘુ થયું છે. સરાફા બજારમાં સોનું કાલે 48358 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર હતુ. જ્યારે બુધવારે સોનાનો રેટ 47761 રુપિયા પ્રતિ 10 ગ્રામ હતુ. આ રીતે ચાંદી પણ કાલે સરાફા બજારમાં 67881 રુપિયા પર વેચાયુ. જ્યારે બુધવારે 66, 386 રુપિયા પ્રતિ કિલો રેટ પર હતુ.

Tags:    

Similar News