ભારતીય શેરબજારમાં ભારે કડાકા સાથે શરૂઆત, સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, નિફ્ટી ઘટીને 19800 નીચે ઉતર્યો

Update: 2023-07-21 04:02 GMT

ઇન્ફોસીસના ખરાબ ગાઈડન્સ અને વૈશ્વિક બજારમાં મંદીની ચાલ વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે કડાકા સાથે શરૂઆત થઈ છે.

સેન્સેક્સ 581.11 પોઈન્ટ અથવા 0.86% ઘટીને 66,990.79 પર અને નિફ્ટી 156.80 પોઈન્ટ અથવા 0.78% ઘટીને 19,822.40 પર હતો. લગભગ 903 શેર વધ્યા, 1090 શેર ઘટ્યા અને 119 શેર યથાવત.

નિફ્ટીમાં ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, વિપ્રો અને એલટીઆઈમિન્ડટ્રી ટોપ લુઝર્સ હતા, જ્યારે ટોપ ગેઈનર્સમાં એલએન્ડટી, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઈન્ડિયા, એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેન્ક હતા.

Tags:    

Similar News