શરૂઆતમાં શેર બજાર મજબૂતી તરફ, લીલા નિશાન સાથે ખુલ્યું

ભારતીય શેરબજારમાં આજે ફૂલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો આંક સેન્સેક્સ 508.65 પોઈન્ટ (0.89 ટકા)ની તેજી સાથે 57366.44 પોઈન્ટ પર ખુલ્યો

Update: 2022-07-29 04:56 GMT

ભારતીય શેરબજારમાં આજે ફૂલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો આંક સેન્સેક્સ 508.65 પોઈન્ટ (0.89 ટકા)ની તેજી સાથે 57366.44 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી આજે 154.70 (0.91ટકા) પોઈન્ટની તેજી સાથે 17084.30ના સ્તરે ખુલ્યો.નિફ્ટીમાં એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ, ટાઈટર કંપનીના શેર ધમાલ મચાવતા જોવા મળ્યા.

જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સ અને મારુતિ સુઝુકી ટોપ ગેઈનર્સમાં જોવા મળી રહ્યા છે. આમ ખુલતાની સાથે શેર બજાર મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે તો લૂઝર્સમાં નિફ્ટીમાં ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સિપ્લા અને સન ફાર્મા શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સમાં ડો.રેડ્ડીઝ લેબ અને સન ફાર્મા શેર ટોપ લૂઝર્સ માં છે. ટ્રેડિંગની શરૂઆતમાં જ સેન્સેક્સના 30માંથી 29 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. નિષ્ણાતો માની રહ્યા છે કે આ સપ્તાહમાં શેર બજાર રિકવરી મેળવી લેશે 

Tags:    

Similar News