પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે ફરી એકવાર વધારો,વાંચો આજનો નવો ભાવ

Update: 2022-04-06 03:51 GMT

સરકારી ઓઇલ કંપનીઓએ બુધવારે એક વાર ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કર્યો છે. આ સાથે દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લિટરથી પણ વધારે મોંઘુ થઈ ગયું છે. રાજધાની દિલ્હીમાં ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ બંનેના ભાવમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આથી, દિલ્હીમાં હવે પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળે છે તો ડીઝલ 96.67 રૂપિયાએ પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 120 રૂપિયાને વટાવીને 120.51 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયુ છે.

મહારાષ્ટ્રનાં અન્ય એક શહેર પરભનીમાં પેટ્રોલની કિંમત 122.85 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે જે દેશમાં સૌથી વધારે છે.જો કે, એક તરફ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે ત્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં બુધવારે પેટ્રોલ 40 પૈસા સસ્તું થઇ ગયુ છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 121.65 રૂપિયા થઈ ગઈ છે કે જે 5 એપ્રિલે 122.05 રૂપિયા હતી. ડીઝલ પણ 34 પૈસા પ્રતિ લિટર 104.19 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે. કંપનીઓએ 16 દિવસમાં પેટ્રોલનાં ભાવમાં 10.20 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો થતા ગુજરાતમાં પેટ્રોલમાં 80 પૈસા અને ડિઝલમાં 82 પૈસાનો વધારો થયો છે એટલે કે અમદાવાદમાં હવે પ્રતિ લિટર 105.09 જ્યારે ડીઝલ પ્રતિ લિટરે 98.08ની આસપાસ પહોંચી ગયું છે.6 એપ્રિલને બુધવાર સવાર 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જશે. છેલ્લાં 16 દિવસમાં 10 રૂપિયાનો જોરદાર વધારો થયો છે.

Tags:    

Similar News