રક્ષાબંધનના દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો આજના રેટ્સ

રક્ષાબંધનના દિવસે ભાવમાં ઘટાડો કરાયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ સવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે

Update: 2021-08-22 07:00 GMT

પેટ્રોલના ભાવ મોટાભાગના શહેરોમાં 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયા છે અને અનેક શહેરોમાં તો ડીઝલ પણ 100 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. પરંતુ રવિવારે ઈંધણની કિંમતોને લઈ સારા સમાચાર છે, કારણ કે રક્ષાબંધનના દિવસે ભાવમાં ઘટાડો કરાયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ સવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ ઈંધણની કિંમતો ઘટાડવામાં આવી છે.

નવા ભાવ મુજબ, ડીઝલની કિંમતમાં 10-20 પૈસા અને પેટ્રોલની કિંમતમાં 10 પૈસાની આસપાસનો ઘટાડો કરાયો છે. નોંધનીય છે કે, શનિવારથી પહેલા પણ ત્રણ દિવસ સુધી ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો. ત્યારબાદ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. બીજી તરફ, પેટ્રોલના ભાવ લાંબા સમયથી સ્થિર હતો અને પેટ્રોલના ભાવમાં છેલ્લવાર 18 જુલાઈએ ફેરફાર થયો હતો. હવે લગભગ એક મહિના બાદ પેટ્રોલની કિંમતમાં ફેરફાર થયો છે અને કિંમત ઘટી છે.

દેશના મેટ્રો શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ 101.64 રૂપિયા અને ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે મુંબઈમાં પેટ્રોલ 107.66 રૂપિયા અને ડીઝલ 96.64 રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈમાં પેટ્રોલ 99.32 રૂપિયા અને ડીઝલ 93.66 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં પેટ્રોલ 101.93 રૂપિયા અને ડીઝલ 92.13 રૂપિયા પ્રતિ લીટર, નોઇડામાં પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 89.64 રૂપિયા પ્રતિ લીટર, બેંગલુરુમાં પેટ્રોલ 105.13 રૂપિયા અને ડીઝલ 94.49 રૂપિયા પ્રતિ લીટર, લખનઉમાં પેટ્રોલ 98.70 રૂપિયા અને ડીઝલ 89.45 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ચંદીગઢમાં પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 88.77 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Tags:    

Similar News