શેર બજાર ખુલતાની સાથે સેન્સેક્સ 300 પોઈન્ટ મજબૂત

વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા સારા પરિણામોને પગલે મંગળવારે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે.

Update: 2022-08-16 06:15 GMT

વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા સારા પરિણામોને પગલે મંગળવારે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે. ટ્રેડિંગ શરૂ થતા 30 અંકવાળા સેન્સેક્સ અને 50 અંકવાળા નિફ્ટી બંનેમાં લીલા નિશાન સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 298.61 પોઈન્ટના વધારા સાથે 59761.39ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 76.60 પોઈન્ટના વધારા સાથે 17774.80 ના સ્તરે ખુલ્યો હતો

ભારતીય શેર બજાર ખુલતાની સાથે જ શેર્સ દમદાર પરફોર્મ કરી રહ્યાં છે તેમાં નિફ્ટીમાં M&M, હીરો મોટોકોર્પ, એશિયન પેઈન્ટ્સ, આઈશર મોટર્સ, અદાણી પોર્ટ શેર જોવા મળ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં M&M, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, એક્સિસ બેંક, એચડીએફસીના શેર્સ છે. આટલી તેજીમાં પણ કેટલાક શેર નબળું પરફોર્મ કરી રહ્યા છે નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં હિન્દાલ્કો, ગ્રાસીમ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એનટીપીસી શેર જોવા મળ્યા છે.

Tags:    

Similar News