શેરબજારમાં મંદી સાથે શરૂઆત, સેન્સેક્સ 150 પોઈન્ટ તૂટ્યો

Update: 2023-08-10 04:34 GMT

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આજે સવારે 10 વાગ્યે મોનેટરી પોલિસી જાહેર કરશે, આ પહેલા બજારમાં મંદી સાથે શરૂઆત થઈ છે.

સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજારની શરૂઆત નબળી થઈ હતી. બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા. BSE સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટ ઘટીને 65,900ની સપાટીએ પહોંચી ગયો છે. એ જ રીતે નિફ્ટી પણ 20 પોઈન્ટની નરમાઈ સાથે 19,600ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

બજારની નરમાઈમાં બેન્કિંગ અને આઈટી સેક્ટર મોખરે છે. HCL TECH, Hero MotoCorp નિફ્ટીમાં ટોપ લોઝર છે. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઓએનજીસીના શેર ટોપ ગેઇનર છે.

Tags:    

Similar News