શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ-નિફ્ટી રોકેટ ગતિથી ઉછળ્યા

અમેરિકન બજાર માંથી મળેલી જબરદસ્ત તેજીના પરિણામો બાદ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે આજે ભારતીય શેરબજારોમાં જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Update: 2022-08-26 05:18 GMT

અમેરિકન બજાર માંથી મળેલી જબરદસ્ત તેજીના પરિણામો બાદ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે આજે ભારતીય શેરબજારોમાં જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 445.29 પોઈન્ટના વધારા સાથે 59220.01ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 130.30 પોઈન્ટના વધારા સાથે 17652.80ના સ્તરે ખુલ્યો. બીજી બાજુ જેક્સન હોલમાં ફેડ ચેરમેન ભાષણથી પહેલા અમેરિકી બજારમાં તેજી નોંધાઈ અને તે દિવસની ઊંચાઈ પર બંધ થયો. ડાઉ જોન્સ માં 323 અંક તેજી આવી અને નાસ્ડેકમાં 208 અંકની મજબૂતાઈ જોવા મળી. બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની નીચે આવી ગયો છે. નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, M&M, હિન્દાલ્કો, યુપીએલ શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, M&M, ટાટા સ્ટિલ, કોટક મહિન્દ્રા શેર છે. માર્કેટ ખુલતા જે શેરમાં કડાકો જોવા મળી રહ્યો છે તેમાં નિફ્ટીમાં આઈશર મોટર્સ, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેંકના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સ માં ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંક, નેસ્લેના શેર જોવા મળી રહ્યા છે છતાં સપ્તાહના છેલ્લા દિવસે તેજી જોવા મળતા રોકાણકારો ખુશખુશાલ છે 

Tags:    

Similar News