દેશનું GST કલેક્શન ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યું,એપ્રિલ માસમાં સરકારના ખજાનામાં કુલ 1,67,540 કરોડ રૂપિયા આવ્યા

દેશમાં જીએસટી કાયદો લાગુ થયા પછી એપ્રિલે 2022 માં સરકાર દ્વારા સૌથી વધારે ટેક્સ કલેક્શન કરવામાં આવ્યું છે.

Update: 2022-05-02 06:32 GMT

દેશનું જીએસટી કલેક્શન ઓલ ટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. દેશમાં જીએસટી કાયદો લાગુ થયા પછી એપ્રિલે 2022 માં સરકાર દ્વારા સૌથી વધારે ટેક્સ કલેક્શન કરવામાં આવ્યું છે. આ મહિને સરકારના ખજાનામાં કુલ 1,67,540 કરોડ રૂપિયા આપ્યા છે.

વિત્ત મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન 1.42 લાખ કરોડ રૂપિયા થયું હતું. એપ્રિલમાં પ્રથમ વખત જીએસટી કલેક્શન કોઇ એક મહિનામાં 1.50 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચ્યું છે. આ ગત ઉચ્ચ સ્તર માર્ચ 2022 ના 1.42 લાખ કરોડ રૂપિયા કરતા લગભગ 25 હજાર કરોડ રૂપિયા વધારે છે. સરકારે કહ્યું કે ટેક્સ કંપ્લાયન્સમાં સુધારથી જીએસટી કલેક્શન નો આંકડો શાનદાર બન્યો છે.દેશનું જીએસટી કલેક્શન (GST Collection)ઓલ ટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. દેશમાં જીએસટી (GST)કાનૂન લાગુ થયા પછી એપ્રિલ 2022 માં સરકાર દ્વારા સૌથી વધારે ટેક્સ કલેક્શન કરવામાં આવ્યું છે.

આ મહિને સરકારના ખજાનામાં કુલ 1,67,540 કરોડ રૂપિયા આવ્યા છે.વિત્ત મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન 1.42 લાખ કરોડ રૂપિયા થયું હતું. એપ્રિલમાં પ્રથમ વખત જીએસટી કલેક્શન કોઇ એક મહિનામાં 1.50 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચ્યું છે. આ ગત ઉચ્ચ સ્તર માર્ચ 2022ના 1.42 લાખ કરોડ રૂપિયા કરતા લગભગ 25 હજાર કરોડ રૂપિયા વધારે છે. સરકારે કહ્યું કે ટેક્સ કંપ્લાયન્સમાં સુધારથી જીએસટી કલેક્શન નો આંકડો શાનદાર બન્યો છે.એપ્રિલ 2022માં જીએસટીઆર-3બીમાં કુલ 1.06 કરોડ રિટર્ન ભરવામાં આવ્યા. એપ્રિલ 2021 ની સરખામણીમાં એપ્રિલ 2022માં જીએસટી કલેક્શન 20 ટકા વધ્યું છે. મંત્રાલયે કહ્યું કે એ વાત સ્પષ્ટ સંકેત છે કે અનુપાલન સ્તરમાં સુધારો થયો છે.

Tags:    

Similar News