FDDI અંકલેશ્વર ખાતે ૭૧માં પ્રજાસત્તાક દિવસની કરાઇ ઉજવણી

Update: 2020-01-27 07:43 GMT

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં

આવેલ ફૂટ વિયર ડીઝાઇન એન્ડ ડેવલપમેંટ ઇંસ્ટિટ્યૂટ (વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર)માં ૭૧મો

પ્રજાસત્તાક દિવસ ખુબજ ઉત્સાહપુર્વક ઉજવવામાં આવ્યો હતો.

સૌપ્રથમ સવારે  9:00 વાગ્યે કેન્દ્રના સંચાલક પંકજ તિવારી દ્વારા ધ્વજવંદન

કરવામાં આવ્યું હતુ. અને ત્યાર બાદ વિદ્યાર્થીઓએ એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું

આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ આકર્ષક અને પ્રેરણાદાયક પ્રસ્તુતિઓ રજૂ કરી

હતી.

કાર્યક્રમ બાદ બપોરે

સંસ્થાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે "વોલિબોલ મેચ"નું આયોજન

કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ દરમિયાન સંસ્થાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર

રહ્યા હતા.

FDDI (વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારનું ઇન્સ્ટિટ્યુટ છે, જેમાં ભારતની 12 અદ્યતન સંસ્થાઓ છે, જે ફૂટ વિયર ડીઝાઇન, ફેશન ડિઝાઇન, રીટેલ અને ફેશન

મર્ચંડાઈઝમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો પ્રદાન કરે છે. જે ભારતમાં સૌથી

ઝડપી વિકસિત સંસ્થાઓમાંની એક છે અને તેમાં રોજગારી અને વ્યવસાયની અતિશય ક્ષમતા છે.

Tags:    

Similar News