કોરોના વાયરસ : અમેરિકામાં એકજ દિવસમાં રેકોર્ડ બ્રેક મૃત્યુ આંક, આંકડો જાણી ચોંકી જશો

Update: 2020-04-11 11:34 GMT

અમેરિકામાં કોરોના વાઇરસની મહામારીથી 2000 લોકોના મોત નિપજ્યા છે. આ મહામારી વચ્ચે અત્યાર સુધીમાં કોઇ પણ દેશમાં એક જ દિવસમાં આટલી સંખ્યામાં મોત થયા નથી. દેશમાં આ મહામારી સામે 5 લાખથી વધુ લોકો સંક્રમિત છે. 

વોશિંગ્ટન : અમેરિકામાં કોરોના મહામારીનો પ્રકોપ વધતો જઇ રહ્યો છે. દેશમાં મહામારીથી એક જ દિવસમાં 2000થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જે મોતનો આંકડો રેકોર્ડ બ્રેક છે એક જ દિવસમાં આટલી સંખ્યામાં કોઇ પણ દેશમાં મોત નિપજ્યા નથી.

અમેરિકામાં જો કુલ મહામારીની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 2056 લોકોના મોત નિપજ્યા છે. દેશમાં કોરોના વાઇરસથી મરનારની કુલ સંખ્યા 18,845 પર પહોંચી છે.

દેશમાં કોરોનાની મહામારીથી 5 લાખથી વધુ લોકો સંક્રમિત છે. દુનિયામાં આ મહામારીથી ઇટલીમાં સૌથી વધારે મોત નિપજ્યા છે. યૂરોપીય દેશ ઇટલીમાં કોરોના વાઇરસથી 18,849 લોકોના મોત નિપજ્યા છે.

Tags:    

Similar News