તાપી : “પોલીસનો સપાટો”, કોવિડ ગાઈડલાઇનના ભંગ બદલ પૂર્વ મંત્રીના સરપંચ પુત્ર વિરુદ્ધ નોંધાયો ગુન્હો, જાણો સમગ્ર મામલો..!

Update: 2020-12-02 10:07 GMT

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે હાંહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં કોરોના ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન થયું હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો. જેમાં 2000 જેટલા લોકોનું ટોળું ભેગું કરવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર, તાપી જિલ્લા પોલીસ વડાએ સગાઈ પ્રસંગમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા. 30મી નવેમ્બરના રોજ તાપી જિલ્લાના ડોસવાડા ગામના ભગત ફળિયામાં રાજ્યના પૂર્વ આદિજાતિ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં રાત્રિ દરમ્યાન હજારો લોકો એકત્રિત થઇ ડીજેના તાલે ઝૂમતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા હતા. તો સાથે જ લોકોએ મોઢે માસ્ક પણ બાંધ્યું ન હતું.

જોકે સગાઈ પ્રસંગ દરમ્યાન મોટી મેદની સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, ત્યારે હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને વધતી અટકાવવા સરકાર વિવિધ ગાઈડલાઇન બહાર પાડી લોકોને તે અનુસરવા અપીલ કરી રહી છે. ઉપરાંત સામાજિક પ્રસંગ વેળા 100થી વધુ લોકો ભેગા ન થાય તેવી પણ સૂચના આપવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ, બન્ને પક્ષના નેતાઓ કોવિડની ગાઈડલાઈનનો અવારનવાર ભંગ કરે છે, જ્યારે સામાન્ય વ્યક્તિ દ્વારા કોઈ કારણોસર ગાઈડલાઈનનું પાલન ન થાય તો તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે.

તાપી જીલ્લામાં માજી મંત્રીના ઘરે પૌત્રીની સગાઈ પ્રસંગે થયેલી ભારે ભીડના કારણે કાયદા અને નિયમોની અમલવારીમાં થતા ભેદભાવ સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી, ત્યારે ડોસવાડામાં યોજાયેલા તુલસી વિવાહ અને સગાઈના પ્રસંગમાં કોવિડની ગાઈડલાઇનનો ભંગ થયો હોવાનું ધ્યાને આવતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે.

આ સંદર્ભે 2000 જેટલા લોકોનું ટોળું ભેગું કરવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર, તાપી જિલ્લા પોલીસ વડાએ સગાઈ પ્રસંગ સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 2000 જેટલા લોકોનું ટોળું ભેગું કરવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર, તાપી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સગાઈ પ્રસંગ સાથે સંકળાયેલા પૂર્વ મંત્રી કાંતિ ગામિતના પુત્ર અને હાલના સરપંચ એવા જીતુ ગામી સહિત અન્ય લોકો સામે IPC કલમ હેઠળ અને એપિડેમિક ડિઝીઝ એક્ટ સહિત જાહેરનામાના ભંગ બદલ સોનગઢ પોલીસ મથકે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News