દાહોદ : રાત્રિ બજાર નજીક વૃક્ષ પરથી 7 ફૂટ લાંબા સાપનું કરાયું રેસક્યું, જુઓ “LIVE” દ્રશ્યો...

Update: 2020-09-16 08:30 GMT

દાહોદ શહેરના રાત્રિ બજારના બગીચામાં એક લીમડાના વૃક્ષ ઉપર સાપ દેખા દેતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું, ત્યારે પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય દ્વારા સાપનું રેસ્ક્યુ કરી સલામત રીતે પકડી પાડવામાં આવ્યો હતો.

દાહોદ શહેરના છાબ તળાવ નજીક આવેલ રાત્રિ બજારમાં ભારતી ઉદ્યાન ખાતે પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય વોકિંગ કરવા માટે આવ્યા હતા, જ્યાં વોકિંગ કરતી વેળા તેઓની લીમડાના વૃક્ષ ઉપર નજર પડતાં જોયું કે, મોટી સંખ્યામાં પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, ત્યારે તેઓને થયું કે, જરૂર કોઈ જાનવર પક્ષીઓના મુકેલા ઈંડા ખાવા માટે ઉપર ચઢ્યું હશે, ત્યારે લીમડાના વૃક્ષ ઉપર એક સાપ ચઢી ગયો હોવાનું જણાયું હતું. જોકે પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય હાજી અજીજ પટેલે પોતાના જીવની ચિંતા કર્યા વિના 20 ફૂટ ઊંચા લીમડાના ઝાડ ઉપર ચઢી ગયા હતા. જેમાં વુક્ષની પાતળી ડંકાલી ઉપર પક્ષિએ ઈંડા મુકેલા હતા, ત્યાંથી જીવના જોખમે 7 ફૂટ લાંબા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી પકડી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ સાપને જંગલ વિસ્તારમાં સહી સલામત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News