વલસાડ : દમણના કાઉન્સીલરની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ

Update: 2020-03-28 11:37 GMT

દમણના કાઉન્સીલર સલીમ મેમણની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. વ્યાજે આપેલા રૂપિયાની લેતીદેતીમાં સોપારી આપી સલીમની હત્યા કરાવી દેવાનો હોવાનો ખુલાસો પોલીસની તપાસમાં થયો છે.

દમણના કાઉન્સલીર સલીમ મેમણ તેમના શો રૂમમાં બેઠા હતાં ત્યારે શાર્પશુટરોએ આવી તેમને ગોળી ધરબી દીધી હતી. ગોળી વાગવાના કારણે સલીમ મેમણનું મોત થઇ ચુકયું હતું. હત્યાનો ભેદ ઉકેલવા માટે દમણ પોલીસ દ્વારા અનેક લોકો ની પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમાં વાપી ના ઉપેન્દ્ર રાય દ્વારા સલીમ ની હત્યા કરાવ્યા હોવાનું બહાર આવ્યું હતું સલીમ મેમણે ઉપેન્દ્ર રાય ને 2 કરોડ થી વધારે ની રકમ વ્યાજે આપી હતી. વ્યાજે રકમ આપતા પહેલાં મહિનાનું 10 ટકા વ્યાજ આપવાનું નકકી થયું હતું પણ સલીમે રોજનું 10 ટકા વ્યાજ માંગતા બંને વચ્ચે ખટરાગ થયો હતો.

આ ઉપરાંત સલીમે ઉપેન્દ્રની મિલકતો પણ પોતાના નામે કરાવી દેતાં ઉપેન્દ્રએ સલીમની હત્યાનો પ્લાન ઘડી નાંખ્યો હતો. પ્રોપર્ટી બાબતે ઉપેન્દ્રની ફરિયાદના આધારે પોલીસે સલીમની ધરપકડ કરતાં ઉપેન્દ્રને પોતાના પર હુમલો થશે તેવો ભય પણ સતાવી રહયો હતો. ઉપેન્દ્રએ સોપારી આપી સલીમ મેમણની હત્યા કરાવી નાંખી હતી. હાલ પોલીસે ઉપેન્દ્ર સહિત બે આરોપીની ધરપકડ કરી લીધી છે.

Similar News