ડાંગ : આહવા ખાતે નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા જીવન કૌશલ્ય શિક્ષણ શિબિર યોજાઇ

Update: 2020-01-29 13:38 GMT

ડાંગ જિલ્લા નેહરૂ

યુવા કેન્દ્ર દ્વારા ર્ડા. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જીવન કૌશલ્ય શિક્ષણ

શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ૭ દિવસની આ તાલીમમાં કુલ ૪૦ શિબિરાર્થીઓએ ભાગ

લીધો હતો.

શિબિરના મુખ્ય

ઉદ્દેશ્ય અંગે નેહરૂ યુવા કેન્દ્રના યુવા સંયોજક અનુપ ઈંગોલેએ જણાવ્યું હતું કે, જીવનની વાસ્તવિકતાઓમાં કેવી રીતે સામનો કરવો જોઈએ અને એકંદરે સુખાકારી

જીવન માટે યોગ્યતાઓને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

આ શિબિરમાં પ્રો.

હિતાક્ષી મૈસુરીયા, રમત-ગમત વિભાગ વિજ્ઞાન કોલેજ, આહવાએ શારિરીક અને માનસિક રીતે આપણાં દૈનિક જીવનમાં રમતગમતના મહત્વ વિશે

માર્ગદર્શન આપ્યું હતું. ર્ડા. અંકિત રાઠોડ, મનોચિકિત્સક, સિવિલ હોસ્પિટલ-આહવા દ્વારા આત્મહત્યા રોકવા અંગે

ચર્ચા કરી ગૃપ એક્ટિવિટી સેશન યોજાયું હતું. સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ર્ડા.

રીતેશ બ્રહ્મભટ્ટે અકસ્માત, હાર્ટ એટેક, સાપના ડંખ વિગેરે કટોકટીની પરિસ્થિતિ દરમિયાન શું પગલા લેવાની જરૂર છે, તેની ચર્ચા કરી હતી. સામાજીક કાર્યકર દત્તાત્રેય સાલુંચે સમય સંચાલન વિશે

ચર્ચા કરી હતી. અરવિંદ કોંકણી દ્વારા યોગ સત્ર યોજવામાં આવ્યું હતું. નરેન્દ્ર

રાઠોડ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ફાયર

બ્રિગેડ દ્વારા પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું.

જિલ્લા રોજગાર

અધિકારી વિનોદ ભોયએ જીવનમાં લક્ષ્ય નિર્ધારણ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના

અંતિમ દિવસે રાજ્ય નિયામક નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન ગાંધીનગર, ગુજરાતના મનીષા શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો સ્ટેટ ડિરેક્ટરે યુથ ક્લબ

દ્વારા રાષ્ટ્ર નિર્માણ પ્રક્રિયામાં યુવાનો કેવી રીતે ભાગ લઇ શકે છે, તે અંગે સુચારૂ માર્ગદર્શન આપ્યું હતું.

Tags:    

Similar News