દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશનમાં ગોળી મારોના લાગ્યા નારા, 6 લોકોની ધરપકડ

Update: 2020-02-29 10:53 GMT

ડીસીપી મેટ્રોએ જણાવ્યું હતું કે રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર 12.30 વાગ્યે 6 છોકરાઓ દેશના ગદ્દારોને… ગોળીબાર… ના નારા લગાવતા હતા. આ છોકરાઓને કસ્ટડીમાં લઈ રાજીવ ચોક મેટ્રો પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સી.આઈ.એસ.એફ.એ દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર સૂત્રોચ્ચાર કરવાના આરોપમાં 6 છોકરાની અટકાયત કરી છે. દિલ્હી મેટ્રોની સુરક્ષા સંભાળતી સુરક્ષા એજન્સી સીઆઈએસએફે જણાવ્યું છે કે શનિવારે સવારે 6 યુવકો રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. સ્થળ પર હાજર સીઆઈએસએફના જવાનોએ તેમને તાબડતોબ પકડ્યા અને દિલ્હી મેટ્રોના સુરક્ષા અધિકારીઓના હવાલે કર્યા, સીઆઈએસએફના જણાવ્યા અનુસાર આ ઘટનાની મેટ્રો કામગીરી પર કોઈ અસર પડી નથી.

https://twitter.com/samar_abb_as/status/1233665531397492737

ડીસીપી મેટ્રોએ જણાવ્યું હતું કે રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર 12.30 વાગ્યે 6 છોકરાઓ દેશના ગદ્દારોને… ગોળીબાર… ના નારા લગાવતા હતા. આ છોકરાઓને કસ્ટડીમાં લઈ રાજીવ ચોક મેટ્રો પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સમાચાર એજન્સી પી.ટી.આઈ.ના અનુસાર, જ્યારે મેટ્રો રાજીવ ચોક સ્ટેશનની નજીક આવી રહી હતી, ત્યારે આ છોકરાઓએ સૂત્રોચ્ચાર કર્યા. પીટીઆઈના જણાવ્યા અનુસાર, ટ્રેનમાંથી ઉતર્યા બાદ આ લોકો સીએએના સમર્થનમાં નારા લગાવતા રહ્યા. આ ઘટના જોઇને સીઆઈએસએફ તાત્કાલિક એકશનમાં આવી અને આ 6 છોકરાઓને કસ્ટડીમાં લઈ દિલ્હી પોલીસને હવાલે કર્યા.

Similar News