દિલ્હી: નિર્ભયા કેસના આરોપીઓને આવતી કાલે ફાંસી આપવામાં આવશે કે નહીં ! આજે પટિયાલા કોર્ટમાં લેવાશે નિર્ણય

Update: 2020-03-19 04:26 GMT

એક તરફ નિર્ભયાની સાથે આચરેલ સામુહિક દુષ્કર્મ અને

હત્યાના આરોપીઓના ફાંસીનો સિલસિલો અંતિમ ચરણમાં છે અને આ ચારેય આરોપીઓએ ફાંસી રોકવા

માટે દિલ્હીના પટિયાલા હાઉસ ખાતે અરજી દાખલ કરી છે. આરોપીઓના વકીલ એ.પી.સિંઘની આ અરજી

પર કોર્ટ ગુરૂવારે બપોરે 12 વાગ્યે સુનાવણી કરશે.

ચારેય આરોપીઓના વકીલ એ.પી.સિંઘે પટિયાલા હાઉસ

કોર્ટમાં અરજી કરી છે કે, પવન કુમાર ગુપ્તા અને અક્ષયકુમાર

સિંહની અરજીઓ 2 અલગ અલગ અદાલતમાં હજી બાકી છે. આવી રીતે ફાંસીની સજા થઈ શકે નહીં,

તેમજ ફાંસીની સજા માટે આપવામાં આવેલા ડેથ વોરંટને રોકવાની પણ માંગ કરી

છે. એ.પી.સિંઘે અરજીમાં કોરોના વાયરસથી ફેલાતા રોગચાળાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે,

આ વાઇરસથી ફેલાતા રોગમાં ફાંસીની સજા આપવી યોગ્ય નથી.

આ અરજી પર એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ

ગુરુવારે બપોર સુધી ઉચિત જવાબ માટે તિહાર જેલ વહીવટીતંત્રને નોટિસ પાઠવી હતી.

Tags:    

Similar News