અરવલ્લી : 3 વર્ષે એક વાર આવતી અધિક પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું...

અધિક પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા હતા

Update: 2023-08-01 12:15 GMT

આજરોજ 3 વર્ષે એક વાર આવતી અધિક પૂર્ણિમા નિમિત્તે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે અધિક પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા હતા, જ્યાં વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી.

આજે અધિક પૂર્ણિમા આ પૂર્ણિમા 3 વર્ષમાં એક જ વાર આવે છે. તેથી તેનું મહત્વ અનેરું હોય છે જ્યાં પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સાજ શણગાર કરાવામાં આવ્યો છે. ભગવાનને સોનાના આભૂષણો પહેરવામાં આવ્યા છે, અને નિજ મંદિરને ફૂલોથી શણગારાયું છે. પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુના દર્શનનું અનેરું મહત્વ હોય છે, જ્યાં દિવસ દરમિયાન હજારો ભક્તો શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Tags:    

Similar News