ભરૂચ : જલારામ મંદિર-ગાયત્રીનગર ખાતે શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરાયું, શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા...

ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી ઓછામાં ઓછાં પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે.

Update: 2023-03-19 12:21 GMT

ભરૂચ શહેરના મુક્તિનગર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સ્થિત શ્રી જલારામ બાપાના મંદિર ખાતે શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહિત ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રધ્ધા, ભક્તિ અને અનેરા ઉત્સાહથી ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરનાર આજીવન સુખી, સમૃદ્ધ અને શરીરથી તંદુરસ્ત રહે છે. ભગવાન શ્રી સત્યનારાયણની કથા ઓછામાં ઓછાં ખર્ચે, ઓછામાં ઓછાં સમયમાં અને ઓછામાં ઓછી સાધન-સામગ્રીથી થઈ શકે છે. ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કોઈપણ જાતિના અને કોઈપણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે.

ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી ઓછામાં ઓછાં પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે. દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે, અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. સત્યનારાયણની કથામાં પ્રસાદ ગ્રહણ કરવાનું ખાસ મહત્વ છે. પ્રસાદને ગ્રહણ કરનાર વ્યક્તિને સુખ-શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે.અને પ્રસાદનો અનાદર કરનાર વ્યક્તિ દુઃખી થાય છે. તો માત્ર એક નાનકડું વ્રત અને પૂજન કરવાથી ઝડપથી પ્રસન્ન થનાર દેવ શ્રી સત્યનારાયણ દેવની કથાનું ભરૂચના મુક્તિનગર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સ્થિત શ્રી જલારામ બાપાના મંદિર ખાતે શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયત્રીનગર અને આસપાસની સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન સત્યનારાયણના પૂજન, અર્ચન, દર્શન, કથા શ્રવણ, આરતી અને પ્રસાદીનો લાભ લીધો હતો.

Tags:    

Similar News