ભરૂચ: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાશે રામચરિત માનસ કથા

સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટસમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ , ભરૂચ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું

Update: 2023-12-06 07:22 GMT

ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં તા.૦૮-૧૨-૨૦૨૩થી તા.૧૪-૧૨-૨૦૨૩ દરમિયાન બપોરે ૨.૩૦ થી ૬-૩૦ કલાક સાત દિવસ સુધી સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટસમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ , ભરૂચ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

રામચરિત માનસ કથાનું રસપાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સરજુદાસજી તેમની ઉત્કૃષ્ઠ વાણીમાં કરાવશે.જાન્યુઆરી માસમાં અયોધ્યામાં રાઘવેન્દ્ર સરકારની એટલે કે શ્રી રામના ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા યોજાવા જઈ રહ્યો છે તે પૂર્વે સમાજમાં પ્રેમ અને સૌહાર્દ વધે અને સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા શુભ આશયથી ભરૂચમાં રામ ચરિત માનસ કથાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે

Tags:    

Similar News