રાજ્યના 220 તાલુકામાં ખાબક્યો વરસાદ, લોધિકા, તાલાલામાં અંકલેશ્વર, વંથલીમાં નોંધાયો 2 ઈંચ વરસાદ

Update: 2023-11-26 16:00 GMT

રાજ્યમાં આજે વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લામાં પાકને નુકસાન કર્યું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં છે. રાજ્યના 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના 30 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. લોધિકા, તાલાલામાં 2 ઈંચ વરસાદ અને અંકલેશ્વર, વંથલીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આ કમોસમી વરસાદ આફત રુપ સાબિત થયો છે. અમરેલી જિલ્લામાં વરસાદે ઘણુ નુકસાન કર્યું છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ ખેડૂતોની મુશ્કેલી વધારી છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને કારણે ઘણુ નુકસાન થયું છે. રાજકોટના ગોંડલના દેરડી કુંભાજી ગામે માવઠાથી ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે પવનના વંટોળ સાથે કરા સાથેનો વરસાદ પડતાં ઠેર ઠેર નુકશાનીના દ્રશ્યો સર્જાયા છે.

Tags:    

Similar News