આજે કામદા એકાદશી , ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું મહત્વ.

આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું વિશેષ મહત્વ છે.

Update: 2024-04-19 06:43 GMT

આજ રોજ શુક્રવાર અને કામદા એકાદશીનો સંયોગ, કહેવાય છે કે આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું વિશેષ મહત્વ છે, 19 એપ્રિલ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશી, જેને કામદા એકાદશી કહેવામાં આવે છે, માન્યતાઓ અનુસાર આ વર્થ કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે, શુક્ર અને એકાદશીના સંયોગમાં વ્રતની સાથે શુક્ર ગ્રહની સાથે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની વિશેષ પૂજા પણ કરવી જોઈએ.

ભગવાન વિષ્ણુની સાથે શુક્રની પૂજા કરો. વિષ્ણુની પૂજા કરતી વખતે 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરતા રહો. ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી, શુક્ર ગ્રહની પૂજા કરો અને ઓમ દ્રાં દ્રૌં દ્રૌં સહ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરો.

કહેવાય છે કે જે લોકો એકાદશીનો ઉપવાસ કરે છે, તેઓએ દિવસભર ભોજન ના કરવું જોઈએ, પરંતુ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ.

જે લોકો આખો દિવસ ભૂખ્યા ના રહી શકે તેઓ ફળ, અથવા દૂધ અને ફળોનો રસ પણ પી શકે છે.

આ એકાદશી પર ફળોનું દાન કરવું પણ શુભ ગણાય છે.

આ એકાદશીના બીજા દિવસે બારસના ભગવાન વિષ્ણુની પુજા કરી જરૂરિયાત મંદ લોકોને ભોજન કરાવવાનું પણ મહત્વ રહેલું છે.

અને બારસનું એકટાણું કરીને આ વ્રત પૂર્ણ કરવામાં આવે છે.

Tags:    

Similar News