આજે વિદ્યાની દેવી સરસ્વતીનું પર્વ “વસંત પંચમી” : વાંચો શું છે આ દિવસનું ઐતિહાસિક મહત્વ...

માઘ માસની શુક્લપક્ષની પાંચમ પર મનાવવામાં આવતો તહેવાર વસંત પંચમી, આ દિવસે વિદ્યા,બુદ્ધિ અને જ્ઞાનદાયીની માં સરસ્વતીની પુજા કરવામાં આવે છે.

Update: 2023-01-26 06:12 GMT

માઘ માસની શુક્લપક્ષની પાંચમ પર મનાવવામાં આવતો તહેવાર વસંત પંચમી, આ દિવસે વિદ્યા,બુદ્ધિ અને જ્ઞાનદાયીની માં સરસ્વતીની પુજા કરવામાં આવે છે. અને ખાસ કરીને આ અવસર પર દેશભરમાં રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. આ ખાસ દિવસે કહેવાય છે કે નાના બાળકોના વિદ્યાનો પ્રારંભ કરવાની પણ પરંપરા છે, તદુપરાંત વિદ્યાર્થી, લેખક, કવિ, ગાયક, વાદક અને સાહિત્યથી જોડાયેલા લોકો આ દિવસે માં સરસ્વતીની આરાધના કરે છે. તો ચાલો જાણીએ કેમ થઈ આ દિવસ ઉજવવાની પરંપરા અને શું છે દિવસનું ઐતિહાસિક મહત્વ....

પૌરાણીક માન્યતાઓ અનુસાર માં સરસ્વતીની ઉત્પતિ માઘ માસના શુક્લપક્ષની પાંચમતિથી પર થઈ હતી માટે આ દિવસને વસંતપંચમી મનાવવામાં આવે છે, પુરાણો અનુસાર જગત રચિયતા બ્રહ્માજી એક બાલ ભ્રમણ પર નીકળ્યા હતા ત્યારે બ્રહ્માજીને આખુ બ્રમ્હાડ શાંત જોયું અને અને એક અલગ શાંતિ જોવા મળી અને સૃષ્ટીની રચનામાં કઈક કમી મહેશુસ થઈ અને ભ્રમણ કરતાં એક જગ્યા પર રોકાયા અને તેના કમંડળ માથી થોડા પાણીનો છંટકાવ કર્યો અને એક મહાન જ્યોતિપૂંજ ઉપસ્થિત થયા અને તેમાથી એક દિવ્ય સ્વરૂપા માં દેવી ઉત્પન્ન થયા..

ચહેરા ઉપર એક અદભુત તેજ , હાથમાં વીણા અને કમળના આસન પર બિરાજમાન માં સરસ્વતી બ્રહ્માજી ને પ્રણામ કર્યા, ત્યારથી તે બ્રહ્માજીના પુત્રી કહેવાયા અને તેના પ્રાગટ્ય દિવસ પર વસંતપંચમીનો ઉત્સવ મનાવવામાં આવે છે. માં સરસ્વતીના પ્રાગટ્ય પર બ્રમ્હાજીએ કહ્યું કે આ સૃષ્ટીમાં બધા જીવ મુઘ છે એ માત્ર ચાલી રહ્યા છે માટે માં સરસ્વતીએ પૂછ્યું કે મારા માટે શું આજ્ઞા છે ત્યારે બ્રમ્હાજીએ કહ્યું કે દેવી તમારી વીણાનાં સૂરોથી સમગ્ર સંસારને ધ્વનિ અર્પણ કરવાની છે તેથી એકબીજાથી વાત કરી શકે અને એકબીજાના દુ:ખ અને તકલીફને સમજી શકે અને સ્નેહ આપી શકે આ સાંભળીને માં સરસ્વતી આજ્ઞાનું પાલન કરીને સમસ્ત જીવને અવાજ પ્રદાન કર્યું..

સમસ્ત સંસારને ધ્વનિ પ્રદાન કરનારી માં સરસ્વતીની પુજા દેવતાઓ જ પરંતુ અસૂરો પણ કરે છે આ દિવસે લોકો પોતાના ઘરે માં સરસ્વતીની મુર્તિ બેસાડે છે અને સાથે સાથે સ્કૂલ ,કોલેજ,સંસ્થાઓ અને ખાસ પ્રકારે સંગીતકલાઓ સાથે જોડાયેલા લોકો માટે પણ ખાસ દિવસ મનાવવામાં આવે છે॰

આ દિવસે માં સરસ્વતીની પુજા ખાસ આ પ્રકારે કરવામાં આવે છે સૌ પ્રથમ બાજઠ પર પીળું વસ્ત્ર બિછાવીને માં સરસ્વતીની મુર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને પીળા કે સફેદ રંગની માળા પહેરાવવામાં આવે છે અને મુર્તિને સફેદ વસ્ત્ર અર્પણ કરી. અને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.     

Tags:    

Similar News