વડોદરા : આજે શહેરના શનિદેવ મંદિરો પર દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી, શનિ મહારાજને ખાસ શણગાર કરાયો

આજે શનિ જયંતિની ઠેર ઠેર હર્ષોઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે સોમવતી અમાસ પણ મનાવવામાં આવે છે.

Update: 2022-05-30 08:32 GMT

વડોદરા શહેરના અલગ અલગ શનિ મંદિરોમાં શનિદેવને શણગાર કરીને જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.આજે શનિ જયંતિની ઠેર ઠેર હર્ષોઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે સોમવતી અમાસ પણ મનાવવામાં આવે છે. સૂર્યના પુત્ર શનિદેવનો જન્મ જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે થયો હતો. આ દિવસે શનિદેવની સાચા મનથી આરાધના અને પૂજા-પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

આજે વડોદરા શહેરના શનિદેવ મંદિરો પર દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી આવી હતી. શહેરના વાડી વિસ્તારમાં આવેલા પૌરાણિક શનિદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. જયારે દાંડીયાબજાર ચાર રસ્તા સ્થિત શનિદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના હરની ભીડભંજન હનુમાનજી મંદિરે સ્થાપિત શનિદેવ મહારાજના મંદિરે ખાસ શણગાર કરવામાં આવ્યા હતા જ્યાં શનિ જયંતી નિમિતે હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાહવો લઇ ધન્યતા અનુભવી હતી.

Tags:    

Similar News