વલસાડ : પ્રગટેશ્વર ધામ-આછવણી દ્વારા નાશિક-ગોદાવરી નદીના કિનારે રામજ્‍યોતિ યજ્ઞ યોજાશે, માલેગાંવમાં નીકળી શોભાયાત્રા

અક્ષય તળતયના પવિત્ર દિવસે સત્‍કર્મ દાન પુણ્‍ય કરવામાં આવે તો અક્ષય પૂણ્‍ય પ્રાપ્‍ત થાય છે,

Update: 2022-04-22 12:32 GMT

વલસાડ જિલ્લાના પ્રગટેશ્વર ધામ-આછવણી દ્વારા નાશિક ગોદાવરી નદીના કિનારે તા. ૩જી મે, ૨૦૨૨ના રોજ યોજાનારા શ્રી ૧૦૦૮ કુંડ રામ જ્‍યોતિ યજ્ઞની તડામાર તૈયારી ચાલી રહી છે. આ યજ્ઞના પ્રચાર-પ્રસાર તેમજ ઉપસ્‍થિત રહેવા માટે આમંત્રણ આપવાના ભાગરૂપે નાશિક જિલ્લાના માલેગાંવ ધર્માચાર્ય પરભુદાદાના સાનિધ્‍યમાં ૪ હજારથીથી વધુ ભક્‍તોની શોભાયાત્રા યોજાઇ હતી.

આ યાત્રામાં યજ્ઞના બેનરો સાથે શિવભક્‍તોનો ભારે ઉત્‍સાહ અને ચીવટથી યજ્ઞની તૈયારીમાં સહભાગી બન્‍યા હતા અને મોટીસંખ્‍યામાં યજ્ઞમાં ભાગ લેવા સૌને આમંત્રણ પાઠવ્‍યું હતું. આ શોભાયાત્રા અવસરે પરમ પૂજ્‍ય પરભુદાદાએ આશીવર્ચન પાઠવતાં જણાવ્‍યું હતું કે, બદ્રીનાથ યાત્રાના પ્રારંભ દિવસના યોગે બ્રહ્મમૂહર્તમાં ૧૦૦૮ કુંડી શ્રીરામ જ્‍યોતિ યજ્ઞ થઈ રહ્‍યો છે. અક્ષય તળતયના પવિત્ર દિવસે સત્‍કર્મ દાન પુણ્‍ય કરવામાં આવે તો અક્ષય પૂણ્‍ય પ્રાપ્‍ત થાય છે, વળી તે દિવસે પરશુરામ જયંતિ અને ત્રેતાયુગનો પ્રથમ દિવસ પણ હોઇ અતિપવિત્ર દિવસ છે.

શ્રીરામના વચનો અને પારદર્શક જીવનથી આદર્શ બનવાનુ સુચવે છે જેથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન કહેવાયા છે. આ શુભ યોગમાં કરવામાં આવનાર આ યજ્ઞ સો વર્ષમાં કરેલા સત્‍કર્મ જેટલુ મળશે. નાનામાં નાનો માણસ યજ્ઞનો લાભ લઈ શકે એ હેતુસર યજ્ઞની ફી માત્ર ૫૦૧ રાખી છે, તેમ તેમણે જણાવ્‍યું હતું. આ શોભાયાત્રામાં ગુજરાતથી યુવા પ્રમુખ અપ્‍પુભાઈ, રાજ્‍યપાલ કળપાશંકર યાદવ, ખજાનચી અમિતભાઈ, મહારાષ્ટ્ર શિવ પરિવારના પ્રમુખ આર.કે.ખાંદવે સહિત સેંકડો શિવભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Tags:    

Similar News