દિવાળીના તહેવારમાં ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ સોજીનાં રસગુલ્લા

અમાસનાં દિવસે દિવાળીની ઉજવણી અને માતા લક્ષ્મી અને ગણેશજી ની વિશેષ પૂજા કરવામાં આવે છે સાથે સાથે ગુજરાતીઓનાં નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે લોકો ઘરમાં સાફ સફાઇ,સજાવટ અને અવનવી વાનગીઓ તૈયાર કરતાં હોય છે

Update: 2022-10-24 09:09 GMT

જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તે દિવસ એટલે કે દિવાળીનાં તહેવારની શરૂઆત થઈ ગઈ છે કારતકમાસનાં કૃષ્ણપક્ષની એકાદશીથી દિવાળીના તહેવારની ઉજવણી ચાલુ થઈ જાય છે અને અમાસનાં દિવસે દિવાળીની ઉજવણી અને માતા લક્ષ્મી અને ગણેશજી ની વિશેષ પૂજા કરવામાં આવે છે સાથે સાથે ગુજરાતીઓનાં નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે લોકો ઘરમાં સાફ સફાઇ,સજાવટ અને અવનવી વાનગીઓ તૈયાર કરતાં હોય છે તો આજે જાણીશું આ નવી વાનગી વિષે...

સોજી રસગુલ્લા સામગ્રી :-

2 કપ સોજી, 1 લીટર દૂધ, 4 કપ ખાંડ, 3 ચમચી ઘી, એલચીનો ભૂકો અને બદામ, કેસર

સોજી રસગુલ્લા બનાવવાની રીત :-

સૌ પ્રથમ ચાસણી તૈયાર કરો, આ માટે એક કડાઈમાં 4 કપ ખાંડ અને પાણી નાખી ગેસ પર મૂકો. ખાતરી કરો કે ચાસણી ન તો બહુ પાતળી હોય કે ન તો વધારે જાડી હોવી જોઈએ.

હવે એક ગરમ કડાઈમાં 2 ચમચી ઘી નાખી રવો ફ્રાય કરો. સોજીમાં દૂધ મિક્સ કરીને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં ખાંડ ઉમેરીને બરાબર હલાવો. પછી તેમાં એલચી, બદામ મિક્સ કરો. જ્યારે રવો ઠંડુ થાય ત્યારે તેને રસગુલ્લાના આકારમાં બનાવી લો. અને હવે તેને ચાસણીમાં નાખો. થોડી વાર પછી તેને ચાસણીમાંથી કાઢી લો. આ રીતે તૈયાર છે સ્વાદિષ્ટ સોજીના રસગુલ્લા.

Tags:    

Similar News