દ્વારકા : સમુદ્રમાં ડુબકી લગાવી યુવાને કર્યું કઇ એવું કે, તમારી છાતી 56 ની થઇ જશે

Update: 2020-01-26 08:58 GMT

સમગ્ર દેશમાં

પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દ્વારકાના સમુદ્રમાં ડુબકી

લગાવી એક યુવાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. 

તમે આકાશ અને ધરતી

પર લહેરાતો આપણો રાષ્ટ્રધ્વજ જોયો હશે પણ અમે તમને બતાવી રહયાં છે સમુદ્રમાં

લહેરાતો તિરંગો.. દેશના 71મા પ્રજાસત્તાક પર્વની કીરીટ  વેગળ નામના યુવાને અનોખી રીતે ઉજવણી કરી હતી.

સમુદ્રમાં ડાઇવ કરવાના સાધનો સાથે તેણે દરિયામાં ડુબકી લગાવીને તિરંગો ફરકાવ્યો હતો. તેમની દેશભકિત જોઇને આપતા

સૌની છાતી ગદગદ ફુલી જાય તેમ છે. સમુદ્રમાં તિરંગો લહેરાયો હોય તેવી આ પ્રથમ ઘટના

છે. 

Tags:    

Similar News