દ્રારકા : ખંભાળીયામાં કિન્નર સમાજના ગાદીપતિ લડશે પાલિકાની ચુંટણી, જુઓ કેવી છે તૈયારીઓ

Update: 2021-02-10 11:21 GMT

ગુજરાતમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે. દેવભુમિ દ્વારકાની ખંભાળીયા નગર પાલિકામાં કિન્નર સમાજના ગાદીપતિએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં નગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે ખંભાળીયાના વોર્ડ નંબર 5 માંથી કિન્નર સમાજના ગાદીપતિ વાસંતીદે નાયકે ઉમેદવારીપત્ર ભર્યું છે. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડશે. અગાઉ તેઓ 2010માં વોર્ડ નંબર 5માંથી ચુંટણી જીતી ચુકયાં છે. કિન્નર સમાજના લોકો વાજતે ગાજતે ચુંટણી અધિકારીની કચેરી ખાતે પહોંચ્યાં હતાં. રસ્તામાં રાસ- ગરબાની રમઝટ માણી હતી. અપક્ષ ઉમેદવારી કરનારા વાસંતીદે નાયકે જણાવ્યું હતું કે, ખંભાળીયાનું નામ રોશન થાય અને અહીંના લોકોની સેવાની તક મળે તે માટે મે ચુંટણી લડવાનો નિર્ધાર કર્યો છે.

Tags:    

Similar News