શિક્ષકોની પરીક્ષા લેવામાં સરકાર "નાપાસ" શિક્ષક સજ્જતા સર્વેક્ષણની કસોટી માટે શિક્ષકો ફરક્યા પણ નહી

Update: 2021-08-24 12:03 GMT

આજે ગુજરાતના વિવિધ શહેરોમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે સરકાર તરફથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો શિક્ષકો ઘણા દિવસથી વિરોધ કરી રહ્યા છે. આ માટે 2 વાગ્યે શિક્ષકોની કસોટીનું આયોજન હતું પણ તેનો શિક્ષકોએ ફિયાસ્કો બોલાવી દીધો છે. અને મોટાભાગના શિક્ષકોએ પરીક્ષા આપવાનો તદ્દન બહિષ્કાર કર્યો છે. શિક્ષકો પરીક્ષા ન આપવા આવતા વર્ગખંડો ખાલીખમ પડ્યા હતા.

ઓએમઆર સીટો બસ પાટલી પર પડી રહી છે તેમાં એક પણ એકડો ઘૂટવામાં આવ્યો ન હતો. શિક્ષકો પરીક્ષા સેન્ટર સુધી પણ આવ્યા ન હતા જેથી સરકાર શિક્ષકોની પરીક્ષા લેવામાં નિષ્ફળ રહી છે જે સાબિત થાય છે. ઘણા દિવસથી શિક્ષકો પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે જેના ભાગ રૂપે સરકાર દ્વારા આયોજિત પરિક્ષાનો અમદાવાદના શિક્ષકોએ બહિષ્કાર કર્યો છે. અમદાવાદના 87 કેન્દ્રોમાંથી મોટા ભાગના ખાલીખમ દેખાયા હતા. શિક્ષકો પરિક્ષા સેંટ સુધ્ધાં પણ આવ્યા ન હતા મળતી માહિતી અનુસાર અમદાવાદમાં કોઈ શિક્ષકે પરીક્ષા આપી નથી.

વડોદરા શિક્ષણ સમિતિના 900 શિક્ષકોએ પરીક્ષા ન આપવાનો નિર્ણય કર્યો છે. શિક્ષક સંઘે પરીક્ષા ન આપવાની જાહેરાત કરી છે. શિક્ષકોએ કહ્યું કે અમે તમામ પરીક્ષાઓ આપીને નોકરીમાં આવ્યા છીએ. અને શિક્ષકોની સજ્જતાની અવારનવાર કસોટી થતી જ હોય છે.તો બીજી તરફ મહારાણા પ્રતાપ સ્કૂલ ખાતે શિક્ષિકા ઉષાબેન પટેલે પરિક્ષા આપી હતી. શિક્ષક સજ્જતા પરિક્ષામાં આખા વડોદરા શહેરમાંથી એક જ શિક્ષક કલાસમાં હાજર રહ્યા હતા.

સમગ્ર મામલે અખિલ ભારતીય શિક્ષણ સંઘના રાષ્ટ્રીય સચિવ મોહનજી પુરોહિતએ કહ્યું હતું કે રાજ્યમાં મોટા પાયે નિયમ વિરુદ્ધ બદલી કરવામાં આવી રહી છે પાટણમાં નિયમ એક ડઝનથી વધારે બદલી કરાઈ છે, ત્યારે શિક્ષણમાં સુધારાના નારા સાથે આંદોલન કરવામાં આવશે, તેમણે જણાવ્યું કે શિક્ષક સર્વેક્ષણ સજજ્જતા મામલે આજે પ્રાથમિક શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કમાન્ડ અને કંટ્રોલ રૂમ ખાતે બેઠક યોજાઈ હતી.જેમાં શિક્ષણમંત્રી પણ હાજર રહ્યા હતા

Tags:    

Similar News