રાજયની પ્રાથમિક શાળાઓમાં વેકેશનની તારીખ થઈ જાહેર

Update: 2024-04-29 15:12 GMT

રાજયની પ્રાથમિક શાળાઓમાં વેકેશનની તારીખ જાહેર થઈ છે. જે મુજબ 9 મેથી 12 જુન રહેશે ઉનાળું વેકેશન રહેશે. આ વેકેશન 35 દિવસનું રહેશે.13 જુનથી પ્રાથમિક શાળાઓ શરૂ થશે. નાયબ શિક્ષણ નિયામકે વેકેશનને લઈ પરિપત્ર જાહેર કર્યો છે.

રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનુ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં નીચે જણાવેલ તારીખે ઉનાળુ વેકેશન નિયત કરવામાં આવેલ છે. ઉનાળુ વેકેશનનો સમયગાળો તા. ૦૯/૦૫/૨૦૨૪ થી તા. ૧૨/૦૬/૨૦૨૪ સુધી (૩૫ દિવસ) સુધી રહેશે. તા. ૧૩/૦૬/૨૦૨૪ થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.

Tags:    

Similar News