PSI ભરતીના રિઝલ્ટને હાઇકોર્ટમાં પડકાર, કેટેગરી મુજબ મેરિટ ન હોવાના આક્ષેપ સાથે ઉમેદવારોની અરજી

100થી વધુ જેટલા ઉમેદવારોએ સાથે મળીને પરિણામને કોર્ટમાં પડકાર્યો છે.GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવા ઉમેદવારોની માંગ છે

Update: 2022-05-02 11:54 GMT

PSI ભરતી રિઝલ્ટ જાહેર થતાં બાદ વિવાદે ચડી છે.PSI ભરતી માં કેટેગરી અનુસાર ભરતીની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.100થી વધુ જેટલા ઉમેદવારોએ સાથે મળીને પરિણામને કોર્ટમાં પડકાર્યો છે.GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવા ઉમેદવારોની માંગ છે. તેમનું કહેવું છે કે ST-SC,OBC,બિનઅનામત વર્ગ ઉમેદવારોની કેટેગરી અનુસાર ભરતી માં પાસ કરવામાં આવ્યા નથી જેથી આ પદ્ધતિના લીધે 8 હજાર ઉમેદવારને અન્યાય થયો છે.યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોનો સપોર્ટ કરતાં કહ્યું છે કે પ્રિલીમનરી પરીક્ષાનું રિઝલ્ટ જે ફાઈનલ પરીક્ષા બાદ જે રીતે પરિણામ બહાર પાડવામાં આવે છે તેવી રીતે પડાયું છે.

આથી આ રિઝલ્ટ અમે ચેલેન્જ કરી છે. આ કરવાનું એક જ કારણ છે ઘણા વિદ્યાથીઓ આ પદ્ધતિ ના રિઝલ્ટ થી અન્યાય થયો છે.GPSC પેટર્ન પ્રમાણે માર્કસનું કાઉન્ટીગ થવું જોઈએ. તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પહેલા કરી દેવામાં આવશે જેથી ગેરલાયક ઉમેદવારો અહીંથી જ આગળની ભરતી પ્રક્રિયા થી બાકાત રહે..ગુજરાતના કુલ 312 પરીક્ષા કેન્દ્રો પર 88,880 ઉમેદવારોએ PSIની પ્રિલિમિનરી પરીક્ષા આપી હતી. ગત 27 એપ્રિલ ના રોજ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. મુખ્ય પરીક્ષા માટે કુલ 4311 ઉમેદવાર ક્વોલિફાય થયા છે. જેમાં 2939 પુરુષ ઉમેદવાર ક્વોલિફાય થયા છે.EWS કેટેગરીમાં 295 પુરુષ ઉમેદવાર, SC કેટેગરીમાં 160 પુરુષ ઉમેદવાર અને ST કેટેગરીના 420 પુરુષ ઉમેદવાર ક્વોલિફાય થયા છે. જ્યારે SEBC કેટેગરીમાં 778 પુરુષ ઉમેદવાર ક્વૉલિફાય થયા છે.

Tags:    

Similar News