આર્યનની મન્નત ન થઈ પૂરી,વધુ એક રાત જેલમાં જ વિતાવવી પડશે,બોમ્બે હાઇકોર્ટમાં કાલે ફરી સુનાવણી થશે

કોર્ટમાં આર્યનના વકીલ તથા પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ અરેસ્ટ મેમો બીજીવાર બતાવવાની વિનંતી કરી હતી

Update: 2021-10-27 12:15 GMT

કોર્ટમાં આર્યનના વકીલ તથા પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ અરેસ્ટ મેમો બીજીવાર બતાવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે આર્યનની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ જામીન મળ્યા બાદ પણ થઈ શકે છે. સુનાવણીની શરૂઆતમાં અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈએ દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે નોટિસ આપ્યા વગર આરોપીની ધરપકડ કરવી ખોટું છે. પંચનામા પર પણ વકીલ અમિત દેસાઈએ સવાલ કર્યા હતા. અરબાઝના વકીલની દલીલો પૂરી થયા બાદ મુનમુન ધામેચાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખે કોર્ટમાં દલીલો કરી હતી. આ ત્રણેયની દલીલો પૂરી થયા બાદ NCBના સોલિસિટર જનરલ અનિલ સિંહ જામીનનો વિરોધ કરતી દલીલો રજૂ કરવાની હતી. કોર્ટમાં અનિલ સિંહે કહ્યું હતું કે તેમને દલીલો કરવા માટે એક કલાક જેટલો સમય જોઈશે. આ સાંભળીને કોર્ટે આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરના રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.

Tags:    

Similar News