BHOLAA ફિલ્મમાં જ્યોતિ નામનું પાત્ર ભજવનાર હિરવા ત્રિવેદી તમને ખબર છે ક્યાંની છે..? વાંચો

ભોલા ફિલ્મમાં હિરવા ત્રિવેદીની પણ મહત્વની ભૂમિકામાં છે. જોકે આ પહેલા હિરવા ઘણી જાણીતી ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચૂકી છે.

Update: 2023-04-01 10:54 GMT

અજય દેવગનની બહુ પ્રતિક્ષિત ફિલ્મ ‘ભોલા’ જે 30મી માર્ચે રીલીઝ થઈ છે. ત્યારે આ ફિલ્મમાં અજય સાથે જોવા મળતી નવ વર્ષની નાની ટેણી હાલમાં લાઇમલાઇટમાં છે. આ નવ વર્ષની દીકરી મૂળ ગુજરાતનાં રાજકોટના રહેવાસી હિરવા ત્રિવેદી છે. આ ફિલ્મમાં હિરવા ત્રિવેદી પણ મહત્વની ભૂમિકામાં છે. જોકે આ પહેલા હિરવા ઘણી જાણીતી ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચૂકી છે. ભોલા હિરવાની પહેલી બૉલીવુડ ફિલ્મ છે. હિરવા એ ધડકને દો, ગુમ હૈ કિસી કે પ્યાર મે, શુભ લાભ, કાશીબાઇ, બાજીરાવ બબાલ જેવી ટીવી સિરિયલોમાં કામ કરેલું છે.

હવે તેને ભોલા જેવી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો છે. હિરવા એ કહ્યું કે જ્યારથી તેને ખબર પડી કે તેને ભોલા ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે ત્યારથી તે ખુબજ ઉત્સાહિત હતી. જ્યારે તે પહેલી વાર અજય દેવગન ને મળી ત્યારે ખુબ જ નર્વસ હતી. પરંતુ અજય દેવગન ને મળ્યા પછી ખબર પડી કે તે કોઈ સેલિબ્રિટીને નહિ પણ એક સામાન્ય વ્યક્તિને મળી છે. ભોલામાં અજય સર સાથે કામ કરવાની ખુબ મજા આવી અને મને ઘણું શીખવા મળ્યું. ભોલા ફિલ્મ માં હિરવા જ્યોતિ નામનું પાત્ર ભજવી રહી છે.

Tags:    

Similar News