છેલ્લો દિવસનાં એક્ટર્સ યશ અને જાનકી રિલેશનશિપમાં, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આપી જાણકારી.

ચાલ જીવી લઈએ અને છેલ્લો દિવસના અભિનેતા યશ સોનીએ લાઈફ પાર્ટનર વિશે જાહેરાત કરી છે.

Update: 2022-05-01 09:35 GMT

ચાલ જીવી લઈએ અને છેલ્લો દિવસના અભિનેતા યશ સોનીએ લાઈફ પાર્ટનર વિશે જાહેરાત કરી છે. અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ હવે જાહેરમાં એક-બીજા માટે પ્રેમ વ્યક્ત કર્યો છે.

યશ સોનીએ ઈન્સ્ટાગ્રામ પર જાનકી સાથે સેલ્ફી શેર કરી બંનેના રિલેશન વિશે જાણકારી આપી છે. આ સાથે જ અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે, ` મુશ્કેલીઓ હોવા છતાં, અમે એકસાથે ખુશ છીએ અને તેની જાહેરાત કરતાં આનંદ થયો! અમારા પરિવારના આશીર્વાદ સાથે જીવનની સુંદર સફર પર`. તો બીજી બાજુ જાનકી બોડિવાલાએ પણ આ સેલ્ફી શેર કરી છે અને કેપ્શનમાં પણ અભિનેતાએ લખેલા શબ્દો જ લખ્યાં છે.

Tags:    

Similar News