મુનમુન દત્તા ઉર્ફે 'બબીતા જી' એ પોતાની ધરપકડને લઈને રિએક્શન આપી સ્પષ્ટતા કરી

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે 'બબીતા જી' એ પોતાની ધરપકડને લઈને તાજેતરમાં રિએક્શન અને સ્પષ્ટતા કરી છે.

Update: 2022-02-09 07:33 GMT

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે 'બબીતા જી' એ પોતાની ધરપકડને લઈને તાજેતરમાં રિએક્શન અને સ્પષ્ટતા કરી છે. એક ઈન્ટરવ્યુમાં મુનમુને જણાવ્યું છે કે તે હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશનમાં નિયમિત પૂછપરછ માટે ગઈ હતી. પરંતુ તેની ધરપકડ કરવામાં નથી આવી. સાથે જ મુનમુને એ પણ જણાવ્યું કે પૂછપરછ પહેલા તેને શુક્રવારે વચગાળાના જામીન મળી ગયા હતા.

અગાઉ ઘણા એવા સમાચાર આવ્યા હતા કે, મુનમુન દત્તાની દલિત સમાજ પર ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે મુનમુન દત્તાની વિરુદ્ધ હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશનમાં એક યુટ્યુબ વીડિયોમાં જાતિવાદી ટિપ્પણી કેસ નોંધવામાં આવ્યો હતો.નિયમિત પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ગઈ હતી મુનમુન દત્તાએ જણાવ્યું કે, અફવા ફેલાઈ રહી છે કે મારી 'ધરપકડ' કરવામાં આવી છે. હું સ્પષ્ટ કરવા માગુ છું કે હું પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે નિયમિત પૂછપરછ માટે ગઈ હતી. મારી ધરપકડ કરવામાં આવી નથી. હું પૂછપરછ માટે જઈ શકું તે પહેલા જ મને શુક્રવારે કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા હતા. હાંસી પોલીસ સ્ટેશનના અધિકારી એ મારી સાથે અઢી કલાક સુધી આ બાબતે વાત કરી અને તમામ મહત્વની વિગતો નોટ કરી. હું પોલીસને સહકાર આપી રહી છું અને કરતી રહીશ. આ મામલાને લઈને ફેલાવવામાં આવી અફવાઓ ને લઈને હું ઘણી પરેશાન છું. તે સાથે જ હું મીડિયાના લોકોને વિનંતી કરું છું કે તેઓ આ મામલે ખોટા સમાચાર ન બનાવે. ક્લિક બેટ ની ચર્ચાઓ અને થંબનેલ ઘણા પોર્ટલ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે અનૈતિક છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે જ્યારે તેણી વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવ્યો હતો ત્યારે તે સેટ પર તેના શો માટે શૂટિંગ કરી રહી હતી. 

Tags:    

Similar News