સાઉથના સુપરસ્ટાર કમલ હાસન કોરોના પોઝિટિવ,લોકોને સાવચેતી રાખવા કરી અપીલ

આઈસોલેશનમાં છું. મને મહેસૂસ થઈ રહ્યું છે કે મહામારી હજુ સુધી ખતમ નથી થઈ અને તમને બધાને સુરક્ષિત રહેવા માટે અનુરોધ કરૂ છું."

Update: 2021-11-22 12:06 GMT

એક્ટર કમલ હાસન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એક્ટર હાલમાં જ યુએસ ટ્રિપથી પરત ફર્યા હતા. જ્યાર બાદથી તેને હલ્કી શરદી થઈ હતી. ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એક્ટરે કોરોનાથી સંક્રમિત હોવાની ખબર પોતાના ટ્વિટરપ એકાઉન્ટ પર શેર કરી છે. એક્ટરે જણાવ્યું કે હજુ સુધી મહામારી ખતમ નથી થઈ. પોતાનું ધ્યાન રાખો. જણાવી જઈએ કે કમલ હાસન કોરોનાની બન્ને વેક્સીન લઈ ચુકેલા છે. એક્ટરે ટ્વીટ કરીને લખ્યું, "મારી અમેરિકી યાત્રા બાદ મને હલ્કા ખાંસી અને શરદીના લક્ષ્ણો જણાવી રહ્યા હતા.

હવે તે પુષ્ટિ થઈ ગઈ છે કે આ કોવિડ છે. હું આઈસોલેશનમાં છું. મને મહેસૂસ થઈ રહ્યું છે કે મહામારી હજુ સુધી ખતમ નથી થઈ અને તમને બધાને સુરક્ષિત રહેવા માટે અનુરોધ કરૂ છું." કમલ હાસનના કોરોના પોઝિટીવ હોવાની ખબર મળતા જ ફેન્સ તેમના જલ્દી સ્વસ્થ્ય થવાની પ્રાર્થના કરી રહ્યા છે. એક્ટરે થોડા દિવસ પહેલા જ કૃષિ કાયદો પરત લીધા બાદ ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને અહિંસક સંઘર્ષ બાદ તેને હાસિલ કર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે કઈ રીતે તેમની પાર્ટી મક્કલ નિધિ મય્યમે આ કાયદાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે તેમની પાર્ટીના નેતા ખેડૂતોના આંદોલનમાં શામેલ થયા હતા તો તે તેમના માટે ગર્વની ક્ષણ હતી.

Tags:    

Similar News