69માં ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવા સ્ટાર સેલેબ્સ અમદાવાદ પહોંચ્યા, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ

Update: 2024-01-28 04:30 GMT

ગુજરાતમાં માટે સૌથી મોટા અને આનંદના સમાચાર છે કે, આ વખતે ફિલ્મફેર એવોર્ડ સમારંભ ગુજરાતમાં યોજાઇ રહ્યો છે. આ વખતે પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ ગુજરાતના ગાંધીનગરમાં હૉસ્ટ થઇ રહ્યો છે, અને આ માટે મહેમાનો અને સેલેબ્સનો જમાવડો થવાનું શરૂ થઇ ચૂક્યુ છે, આજથી એરપોર્ટ પર સેલિબ્રિટીઓ આ 69માં ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવા માટે પહોંચી રહ્યાં છે. ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઇ રહ્યો છે.

આ વખતે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 69માં ફિલ્મફેર ફેસ્ટિવલનો પ્રારંભ થઇ રહ્યો છે, અને આ વખતે ગુજરાતને તેનું હૉસ્ટિંગ કરવાનો મોકો મળ્યો છે. આ પ્રસંગને લઇને અત્યારથી જ ગિફ્ટ સિટીમાં બૉલીવૂડ સ્ટાર્સની જમાવટ શરૂ થઇ છે. અમદાવાદ એરપોર્ટ પર આજે કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને મૃણાલ ઠાકુર અહીં પહોંચ્યા છે, તેમનુ એરપોર્ટ પર સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.

આ ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં મૃણાલ ઠાકુર, કરિશ્મા કપૂર, કરણ જોહર, આયુષ્યમાન ખુરાના, મનીષ પોલ, રણબીર કપૂર, વરૂણ ધવન, કરીના કપૂર ખાન, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, કાર્તિક આર્યન, એશા ગુપ્તા સહિતના સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહેશે. આ ફિલ્મફેર ફેસ્ટિવલમાં સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, કરીના કપૂર ખાન, કાર્તિક આર્યન સ્ટેજ પર્ફોર્મન્સ આપશે.

Tags:    

Similar News