બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી તબસ્સુમનું 78 વર્ષની વયે નિધન..

તેના પુત્ર હોશાંગ ગોવિલે મીડિયાને જણાવ્યું કે તબસ્સુમે 18 નવેમ્બરની સાંજે અંતિમ શ્વાસ લીધા

Update: 2022-11-20 03:30 GMT

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી તબસ્સુમનું 78 વર્ષની વયે અવસાન થયું છે. તેના પુત્ર હોશાંગ ગોવિલે મીડિયાને જણાવ્યું કે તબસ્સુમે 18 નવેમ્બરની સાંજે અંતિમ શ્વાસ લીધા. પરંતુ તેમની ઈચ્છા હતી કે અંતિમ સંસ્કાર પછી જ લોકોને આ સમાચાર આપવામાં આવે તેથી શનિવારે આ માહિતી આપવામાં આવી.

પુત્ર હોશાંગ ગોવિલે જણાવ્યું- તબસ્સુમનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હતું. તેણી એકદમ સારી હતી. અમે દસ દિવસ પહેલા શૂટિંગ પણ કર્યું હતું. અમે આવતા અઠવાડિયે શૂટિંગ પણ કરવાના હતા. આ બધું અચાનક થયું. તેમને ગેસ્ટ્રિકની સમસ્યા હતી જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને રજા પણ આપવામાં આવી હતી, પરંતુ શુક્રવારે તેમની તબિયત બગડી હતી. બે મિનિટની અંદર તેમને બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા.

તબસ્સુમે 1947માં બેબી તબસ્સુમ નામથી હિન્દી ફિલ્મ 'નરગીસ'થી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. 70 ના દાયકામાં, તેણે એક સફળ ટેલિવિઝન હોસ્ટ તરીકે પોતાની ઓળખ બનાવી. તેમણે દૂરદર્શન પર 21 વર્ષ સુધી ચાલતા ટોક શો 'ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન'માં ઘણી મોટી હસ્તીઓના ઈન્ટરવ્યુ લીધા હતા. આ શો વર્ષ 1972માં શરૂ થયો હતો અને 1993 સુધી ચાલ્યો હતો. તે છેલ્લા ઘણા સમયથી તેની યુટ્યુબ ચેનલ માટે સતત વીડિયો બનાવી રહી હતી.

Tags:    

Similar News