'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી

વિવેક અગ્નિહોત્રી ભારતમાં ગમે ત્યાં રહેશે અથવા પ્રવાસ કરશે ત્યારે તેમની જોડે CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનો સાથે રહેશે

Update: 2022-03-18 08:14 GMT

'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વિવેક અગ્નિહોત્રી ભારતમાં ગમે ત્યાં રહેશે અથવા પ્રવાસ કરશે ત્યારે તેમની જોડે CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનો સાથે રહેશે. ઉલ્લેખનીય છે કે કંગના રનૌતને પણ Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. દેશમાં અલગ અલગ સ્તરે કેન્દ્રીય ગૃહ મંત્રાલાય સુરક્ષા આપતી હોય છે, જેમાં નેતાઓથી લઈને અન્ય VIP (વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન) પર જીવનું જોખમ હોય અથવા તો ધમકી મળતી હોય તો તેમને વિવિધ કેટેગરી એટલે કે X, Y, Z, Z+ લેવલની સુરક્ષા આપવામાં આવે છે.X કેટેગરીમાં બે પોલીસ કર્મી, Y કેટેગરીમાં 11 જવાનો, Zમાં 22 NSG કમાન્ડો તથા Z+માં NSG કમાન્ડો સહિત 36 જવાન સુરક્ષામાં હોય છે. SPG લેવલની સુરક્ષા માત્ર વડાપ્રધાન પાસે હોય છે.

Tags:    

Similar News