જો તમે પણ તમારી ત્વચા પર કુદરતી ચમક ઈચ્છો છો,તો અપનાવો આ 3 આયુર્વેદિક ઉપાયો

જો તમે મેકઅપ વિના ચહેરામાં ચમક મેળવવા માંગતા હોવ તો કુદરતી રીતે ત્વચાની સંભાળ રાખો.

Update: 2022-11-20 12:37 GMT

મહિલાઓ ઇચ્છતી હોય છે કે તેમની ત્વચા ડાઘ વગરની અને સુંદર હોવી જોઈએ. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે મહિલાઓ ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. જો તમે મેકઅપ વિના ચહેરામાં ચમક મેળવવા માંગતા હોવ તો કુદરતી રીતે ત્વચાની સંભાળ રાખો.

ચમકદાર ત્વચા મેળવવા માટે તમે આયુર્વેદિક ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આ ફેસ માસ્ક તમે ઘરે જાતે બનાવી શકો છો. તો આવો જાણીએ ઘરે ફેસ પેક બનાવવાની રીત.

1. ચણાનો લોટ અને હળદર પેક :-

ત્વચાની સુંદરતા વધારવામાં હળદર ખૂબ જ ફાયદાકારક છે અને ચણાનો લોટ ચહેરાના ડાઘને ઓછો કરી શકે છે. તેના માટે એક ચમચી ચણાના લોટમાં એક ચપટી હળદર મિક્સ કરો અને ગુલાબજળની મદદથી પેસ્ટ બનાવો. જો તમે ઈચ્છો તો કાચા દૂધની મદદથી પણ પેસ્ટ બનાવી શકો છો. હવે તેને ચહેરા પર લગાવો, 15-20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

2. ચંદન પાવડર અને ગુલાબજળનો ફેસ પેક :-

ત્વચાની સુંદરતા વધારવામાં ચંદન ખૂબ જ મદદગાર છે. તે ત્વચાને નિષ્કલંક અને કોમળ બનાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેમાંથી ફેસ માસ્ક બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી ચંદન પાવડર લો, હવે તેમાં ગુલાબજળ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો, 15-20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ તમારી ત્વચાને સુધારશે.

3. કેસર અને મધ ફેસ માસ્ક :-

કેસરનો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે ત્વચાને નિખારવા માટે પણ કરવામાં આવે છે. તેને બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી કેસર અને એક ચમચી મધ મિક્સ કરો. હવે તેને ચહેરા પર લગાવો, 10 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ ફેસ પેક ઘરે જ બનાવી શકાય છે અને આ ફેસ પેક બનાવતા પહેલા તમને કોઈ એલર્જી કે ત્વચા સંબધિત કોઈ પણ વસ્તુ ઉપયોગ કરતાં પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ...

Tags:    

Similar News