હવે, કેળામાંથી બનાવો ફેસ પેક, હીરાની જેમ ચહેરો ચમકી ઉઠશે...

કેળામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. પોષક તત્વોથી ભરપૂર આ ફળમાં વિટામિન E, B1, B અને C પણ જોવા મળે છે

Update: 2022-01-07 10:49 GMT

કેળામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. પોષક તત્વોથી ભરપૂર આ ફળમાં વિટામિન E, B1, B અને C પણ જોવા મળે છે. કેળાના ઉપયોગથી ત્વચા ચમકદાર અને યુવા દેખાય છે. ચહેરા પર કેળાનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે. તમે કેળાનો ઉપયોગ ફેસ માસ્ક તરીકે કરી શકો છો... જાણો સમગ્ર રીત...

કેળામાં જોવા મળતું પોટેશિયમ શુષ્ક ત્વચાને ભેજ આપે છે, જ્યારે ઝીંક અને લેકટીન્સ ખીલને દૂર રાખે છે. કેળામાં જોવા મળતા એમિનો એસિડ એન્ટી એજિંગ હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. આનાથી ત્વચાને લવચીકતા મળે છે. કેળાનો ફેસ પેક બનાવવા માટે પહેલા કેળાને મેશ કરો. પછી કેળાની પેસ્ટમાં એક ચમચી મધ અને અડધા લીંબુનો રસ ઉમેરો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસ પેક તમે અઠવાડિયામાં 2થી 3 વાર લગાવી શકો છો. એક પાકેલા કેળાને મેશ કરો અને તેમાં 3 ચમચી ચોખાનો લોટ અને એક ચમચી મધ ઉમેરો. પછી તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવ્યા બાદ 15 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. ત્યારબાદ એક બાઉલમાં એક પાકું કેળું, 2 ચમચી મધ અને એક ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. ચહેરાને પાણીથી ધોઈ લો અને પેસ્ટ લગાવો. આ પછી 15 મિનિટ બાદ ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2થી 3 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. કેળા, અડધી ચમચી ચંદન પાવડર અને એટલું જ દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા પછી પાણીથી ધોઈ લો. આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં 2થી 3 વખત પણ કરી શકાય છે.

Tags:    

Similar News