કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા ગુજરાતમાં યોજાયેલ મોકડ્રીલનું આયોજન રહ્યું સફળ : પ્રવક્તા મંત્રી

Update: 2022-12-28 15:06 GMT

કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં મોકડ્રીલ

33 જિલ્લામાં 2,314 સ્થાનો પર થયું મોકડ્રિલનું સફળ આયોજન

240 જેટલી ખાનગી હોસ્પિટલ પણ થઈ મોકડ્રીલમાં સહભાગી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળેલી કેબીનેટ બેઠકમાં કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા અગમચેતીના ભાગરૂપે રાજ્યમાં યોજાયેલી મોકડ્રીલની સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં કુલ 2,314 સ્થાનો પર મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400થી વધુ CHC, સબ ડિવિઝન હોસ્પિટલ અને તાલુકા હોસ્પિટલ, 1580થી વધુ PHC અને હેલ્થ વેલનેસ સેન્ટર સાથે 240 જેટલી ખાનગી હોસ્પિટલ સહભાગી થઈ હતી. આ સાથે જ રાજ્યમાં 237 મેટ્રીક ટન ક્ષમતા ધરાવતા PSA પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. ઉપરાંત હોસ્પિટલોમાં 1 લાખથી વધુ પથારીઓ અને 15 હજારથી વધુ વેન્ટીલેટર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News