ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સીરિઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે બેંગલુરુના એમ. ચિન્નસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બપોરે 1.30 કલાકથી મેચની શરૂઆત થશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.00 કલાકે ટૉસ થશે અને 1.30 કલાકથી મેચની શરૂઆત થશે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બેંગલુરુમાં સીરિઝનો નિર્ણાયક મુકાબલો થશે. જે ટીમ મેચ જીતશે સીરિઝ તેના નામે થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગલુરુમાં રમાનારી ત્રીજી વન ડે મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પરથી પણ લાઇવ ટેલિકાસ્ટ થશે. મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પરથી જોઈ શકાશે.