જાણો કેમ દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ “સેના દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે !

Update: 2021-01-15 04:03 GMT

આજે સમગ્ર દેશમાં 73 મો સેના દિવસ ઉજવાઈ રહ્યો છે. 1949માં આજના દિવસે છેલ્લા સેનાના બ્રિટિશ કમાન્ડર વડા જનરલ સર એફઆરઆર બુચર પાસેથી જનરલ કે.એમ.કરિયપ્પાએ સેનાના વડાનો કાર્યભાર સંભાળ્યો. તેમનિ સ્મૃતિમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ સેના દિવસ ઉજવવામાં આવે છે. તેઓ સ્વતંત્રતા પછી ભારતીય સેનાના પહેલાં કમાન્ડર એન્ડ ચીફ બન્યા હતા. સેનાના વડા જનરલ મનોજ મુકુંજ નરવણેએ 73 માં સેના દિવસ નિમિત્તે તમામ હોદ્દાના સૈનિકો તેમના કુટુંબો, સેવા નિવૃત સૈનિકો, વીર નારીઓ અને સશસ્ત્ર સેનાના તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા છે. જનરલ નરવણેએ તેમના સંદેશમાં કહ્યું છે કે, ભારતીય સેનાએ હંમેશાં ખૂબ જટીલ બની રહેલાં અને બહુઆયામી રાષ્ટ્રીય સલામતીને સર્વોચ્ચ સમર્પણ, કાર્યક્ષમતા અને બહાદુરી પૂર્વક ઝીલ્યા છે. ભારતીય સેના દરેક પડકારોને પહોંચી વળવા તૈયાર છે.

73 મા સેના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પણ સેનાના બહાદુર જવાનો અને વિરાંગનાઓ તેમજ નિવૃત્ત સેનાનીઓ અને તેમના કુટુંબોને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ તેમના શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે, ભારતીય સૈના રાષ્ટ્રનો ગૌરવ છે. અને સ્વતંત્રતાની રક્ષક છે. ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ તેમના ટ્વીટ સંદેશમાં કહ્યું છે કે, દેશની રક્ષા માટે સેનાએ આપેલાં બલિદાન માટે સમગ્ર રાષ્ટ્ર સેના અને તેમના પરિવારોની ઋણી છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સેનાદિવસ નિમિત્તે ભારતીય સેનાના બહાદૂર જવાનોને શુભેચ્છા પાઠવી છે.

https://twitter.com/VPSecretariat/status/1349913257536962562?s=20

Tags:    

Similar News