મધ્યપ્રદેશનાં પૂર્વ CM દિગ્વિજય સિંહ સહિત કોંગ્રેસના 150 કાર્યકર્તાઓ સામે FIR દાખલ

Update: 2020-06-25 05:20 GMT

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે સાઈકલ રેલી કાઢવી ભારે પડી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસની સાઈકલ રેલી દરમિયાન નિયમોનો ભંગ કરવા બદલ ભોપાલ પાલીસે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સહિત કોંગ્રેસ પાર્ટીના 150 કાર્યકર્તાઓ સામે ફરિયાદ દાખલ કરી છે.

શહેરના ટીટી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ફરિયાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, કોરોના મહામારી દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભીડ એકઠી કરી હતી. જેના લીધે લોકોનો માર્ગ અવરોધાયો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટના અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ભોપાલના ટીટી નગર વિસ્તારના પોલીસના જણાવ્યા અનુસાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં દેશવ્યાપી ભાવ વધારાના વિરોધમાં  કોંગ્રેસના કાર્યકરોએ સાઈકલ રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં રાજ્યના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ, ભોપાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કૈલાશ મિશ્રા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.

Tags:    

Similar News