કૂવામાં ખાબકેલ ભેંસને બચાવવા કરાયું રેસ્ક્યુ ઓપરેશન

Update: 2019-07-14 11:00 GMT

ગીરના જંગલ કે રેવેન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સિંહ દીપડાના રેસ્ક્યુ સાંભળ્યા છે. પણ ભેંસને બચાવવાનું રેસ્ક્યુ સાંભળ્યું છે. કનેક્ટ ગુજરાત આપને બતાવશે જીવના સ્ટોસ્ટ બે યુવકોએ ખુલ્લા કૂવામાં ખબકેલા ભેંસને બચાવવા મહાકાય ક્રેઇન મંગાવી ને કૂવામાં બે યુવકો ઉતરીને ભેંસને પેટના ભાગેથી બાંધીને ક્રેઇનની મદદ વડે કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી.

આ ભેંસ કૂવામાં ખાબકી હોવા છતાં શરીર પર ભાંગ તુટ જોવા મળી ન હતી. પણ ભેંસ કુવા બહાર નિકળ્યા બાદ છૂટવા માટે ધમપછાડા કર્યા હતા. આ ભેંસના રેસ્ક્યુનો વિડીયો સોસીયલ મીડીયામાં વાયરલ થયો છે. આ વિડીયો રાજુલા જાફરાબાદ ના ગ્રામીણ પંથકનો હોવાનું પ્રાથમિક અનુમાન લાગી રહ્યું છે. પણ સિંહ દીપડાને બચાવવા રેસ્ક્યુ ઓપરેશનો વનતંત્ર કરતું હોય છે. પણ પોતાના પાળતું પ્રાણી ભેંસ ને બચાવવાની અને રેસ્ક્યુ ઓપરેશન કરવાની કદાચ પ્રથમ ઘટના હોય તેમ લાગી રહ્યું છે.

Similar News