GST કાઉન્સિલે 49 વસ્તુઓ પર ટેક્સ રેટમાં કર્યો ઘટાડો

Update: 2018-01-18 14:08 GMT

દિલ્હી ખાતે બજેટ પહેલા GST કાઉન્સિલની 25મી બેઠક મળી હતી,જેમાં 49 વસ્તુઓ પર ટેક્સ રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત હેન્ડિક્રાફ્ટની 29 આઇટમ્સને ઝીરો ટકા સ્લેબમાં મૂકવામાં આવી છે. એટલે કે આ વસ્તુઓ પર ટેક્સ રેટ હટાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

જોકે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ લાવવા અંગે હજુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Similar News