GSTનાં મુદ્દે ટ્રક માલિકો બે દિવસની હડતાળ પર

Update: 2017-10-09 06:02 GMT

GSTનાં કારણે ડીઝલનાં ભાવમાં અસહ્ય વધારો અને અન્ય સમસ્યાઓથી હેરાન-પરેશાન દેશભરના ટ્રક માલિકોએ 9 અને 10 ઓક્ટોબરે હડતાળ યોજવાની જાહેરાત કરી છે, જેના કારણે આજથી દેશમાં આશરે 80 લાખ ટ્રકનાં પૈડાં થંભી જશે. તહેવારોના દિવસો નજીક આવ્યા છે ત્યારે ટ્રક માલિકોની આ હડતાળની દેશમાં માઠી અસર થશે.

સોમવારે સવારે 8 કલાકથી ટ્રકની હડતાળ શરૂ થશે જે મંગળવારે સાંજે 8 કલાકે પૂરી થશે. દિલ્હી સહિત દેશનાં તમામ મોટા શહેરોમાં આની માલસામગ્રી પહોંચાડવામાં માઠી અસર થશે. કેન્દ્ર દ્વારા જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો દિવાળી પછી તેઓ અચોક્કસ મુદતની હડતાળ યોજશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

 

Similar News