ગાંધીનગર: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત 2 લોકોની ધરપકડ

યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Update: 2022-04-06 06:12 GMT

સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજા સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે યુવરાજસિંહ સરકારી ભરતીમાં રહેલી ખામીઓ અને થઈ રહેલી ગેરરીતિને પુરાવાઓ સાથે સરકાર સમક્ષ આયોજનને લઈ સવાલો ઊભા કરી રહયા છે.

સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં યુવરાજસિંહ જાડેજા વધુ લોકપ્રિય છે. ત્યારે ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના વિરોધના સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. કાર્યક્રમની પરમીશન ન હોવાને બહારને ગાંધીનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ પર હુમલો કરવાના ગુના બદલ યુવરાજસિંહ વિરુદ્ધ 332 અને 307ની કલમના આધારે ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Tags:    

Similar News