જૂનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર..

કોર્ટમાં ATSએ આરોપી તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીના 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Update: 2024-02-03 15:48 GMT

જૂનાગઢના તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને આજે ATSએ કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં ATSએ આરોપી તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીના 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તરલ ભટ્ટ તપાસમાં સહકાર નહીં આપતા હોવાનો ATSએ ઉલ્લેખ કર્યો હતો. આ કેસમાં તરલ ભટ્ટને કોણે અને ક્યા સ્થળે આશરો આપ્યો તે મુદ્દાઓ પણ રજૂ કરાયા હતાં…

દુબઇના ક્રિકેટ સટ્ટોડિયા અને બુકીના કનેક્શનને લઈને રિમાન્ડના મુદ્દા રજૂ કર્યા હતાં. તરલ ભટ્ટે 386 બેંક એકાઉન્ટ ફ્રિઝ કરાવી 40-50 % રકમની માગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલાથી જ કાવતરૂ રચી એકાઉન્ટની માહિતી મેળવી તે અંગે તપાસ કરાઈ છે. એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં છુપાવી હોવાથી તપાસ ચાલી કરાઈ છે. જેના મોબાઈલમાં સ્ટોર કરેલા નંબરની તપાસ માટે પૂછપરછ કરાઈ છે. તેમજ FSLમાં ડેટા રિકવરની કાર્યવાહી હાથ ધરાઈ છે…

Tags:    

Similar News